મુંબઈઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસે વિતેલા વર્ષે લગભગ 6 મહિના સુધી એક બીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્ન બાદથી જ પ્રિયંકા અને નિકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. જોકે હાલમાં OK નામના એક મેગેઝીને એક અહેવાલમાં કહ્યું કે, આ કપલ હવે છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ અહેવાલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, નિકયાંકાના લગ્ન પોતાના અંત તરફ આગળ વધી રહ્યા છે.



ઓકે નામની મેગેઝીને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, પ્રિયંકા અને નિક લગ્ન બાદથી દરેક નાની નાની વાતમાં ઝઘડો કરવા લાગ્યા છે. પછી તે કામ કરવાની વાત હોય કે પછી પાર્ટીમાં જવાની, પ્રિયંકા અને નિક બંને એકબીજાથી નાખુશ છે. મેગેઝીનના રિપોર્ટ અનુસરા, નિક જોનાસનું માનવું છે કે, તેણે લગ્ન ખુબ ઉતાવળમાં કરી લીધા અને લગ્નના ફંક્શન દરમ્યાન જ તેને આ વાતનો અનુભવ થયો કે, પ્રિયંકા કૂલ અને શાંત નથી પરંતુ ઘણી સોર્ટ ડમ્પર્ડ છે. લગ્ન બાદ જોનાસનો પરિવાર ઈચ્છે છે કે, નિક પ્રિયંકા સાથે છૂટાછેડા લઈ લે.



આ સિવાય નિક અને પ્રિયંકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો, ગત દિવસોમાં જ આ કપલ Miamiમાં પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતું જોવા મળ્યું હતું. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેકેશનની તસવીરો શેર કરી છે અને એકબીજા માટે પ્રેમભરી વાતો પણ લખી છે.