મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની રવિવારે   ધરપકડ કરી હતી. તેના પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. કોર્ટે તેને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હોટ એકટ્રેસના સેક્સ કાંડમાં સુરતના 40 વર્ષીય તનવીર હાશમીની ધરપકડ કરવામાં આવી છે. સિનેમા જાદુના આર્ટિકલ મુજબ, તે એક્ટર બન્યો તેની પહેલા મોડલ તરીકે કામ કરતો હતો. તેણે રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગમાંથી અભ્યાસ કર્યો હતો અને 2000થી સી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેણે ઝખ્મી નાગિન (2004), ધ રિયલ ડ્રીમ ગર્લ (2005), ગરમ (2205), રેડ લાઇડ (2006), કુંવારા પેઇંગ ગેસ્ટ (2007) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

2011માં તેણે ફિલ્મ ચાર્જશીટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતો. 2012માં કી ક્લબથી તે પ્રોડ્યૂસર તરીકે શરૂઆત કરી હતી. 2019માં તેણે ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી. તેણે પોતાની પૂર્વ સાથી સપના સાથે ‘અપની સપના ભાભી’ નામની સેમી પોર્ન વેબસીરિઝ બનાવી હતી.