કોયનાએ કહ્યું કે, સલમાનનું વર્તન એકતરફી હતું. બીજા સપ્તાહમાં મેં જ્યારે શહનાઝની મજાક ઉડાવાની વાત કહી તો સલમાન તેનો બચાવ કર્યો કે લોકો તેને પસંદ કરી રહ્યા છે. કોયનાએ કહ્યું કે સલમાન વ્યક્તિગત રૂપે શહનાઝનો બચાવ કરી રહ્યા છે.
સાથે જ તેણે કહ્યું કે હું જ્યારે બહાર આવી તો મેં વાસ્તવિકતા જોઇ. શહનાઝને કોઇ પણ પસંદ નહતું કરતું. ઉલ્ટું લોકો તેની ટીકા કરે છે. મેં જ્યારે સલમાનને સવાલ કર્યો કે શું દર્શકો સિદ્ધાંતોને પસંદ નથી કરતા તો તેમણે મને કહ્યું કે તેના માટે બીજું પ્લેટફોર્મ છે. એટલે કે આ કાર્યક્રમ સિદ્ધાંતોનું માન રાખવા માટે નથી બન્યો? આ શોમાં સન્માન જનક, શિક્ષિત અને બુદ્ધિમાન મહિલાઓની કોઇ જરૂર નથી. તેમણે કહ્યું કે આ મંચ બધા માટે નથી તો પછી આ પ્લેટફોર્મ ભારતમાં છે જ કેમ? તમે કંઇ વસ્તુને પ્રમોટ કરી રહ્યા છો? કોઇનાએ વધુમાં કહ્યું કે તે સલમાન ખાનના વર્તનથી બહુ જ નિરાશ છે.