મુંબઈઃ સાઉથની 'અર્જુન રેડ્ડી'ની હિંદી રીમેક 'કબીર સિંહ' બોકેસ ઓફિસ પર ટંકશાળ પાડી છે.  જેને કારણે બોલીવૂડમાં શાહિદનું મહત્વ વધી ગયું છે. હવે તેને સાઉથની અન્ય એક ફિલ્મની ઓફર થઇ હોવાની વાત છે. એટલું જ નહીં આ ફિલ્મમાં શાહિદે તગડી ફી તેમજ પ્રોફિટ શેરની પણ માંગણી કરી છે.


પહેલા એવી ચર્ચા હતી કે, શાહિદ અર્જુન રેડ્ડી'ની હિંદી રીમેક 'કબીર સિંહ' કરી હોવાથી તે 'જર્સી'ની હિંદી રીમેક કરવા માટે અવઢવમાં હતો. પરંતુ હવે કહેવાય છે કે, શાહિદ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

સૂત્રોના કહેવા મુજબ, શાહિદને આ ફિલ્મ માટે રૂપિયા ૩૫ કરોડ આપવામાં આવશે. તેમજ આ ફિલ્મના પ્રોફિટમાં પણ ૩૦ ટકા ભાગ લેવાની વાત થઇ છે. આ રીતે આ તેનો અત્યાર સુધીનું  સૌથી વધુ મહેનતાણું હશે.

સૂત્રે વધુમાં કહ્યું હતું કે, '' શાહિદ આ રીમેકને લઇને ઉત્સાહિત છે. તેને ઓરિજનિલ ફિલ્મ પસંદ પડી હતી. આ ફિલ્મમાં પણ તે 'અર્જુન રેડ્ડી'ની માફક પોતાનો ટચ આપશે. 'કબીર સિંહની સફળતાએ સાબિત કરી દીધું છે કે, રીમેક ફિલ્મોમાં શાહિદ સફળ થઇ શકે છે.'' આ ફિલ્મનું દિગ્દર્શન 'જર્સી' મૂળ દિગ્દર્શક ગોતમ જ કરવાનો છે.