જ્યારે જેન્ટ્સ ટોઈલેટમાં ઘુસી ગયા આલિયા-દીપિકા અને પછી.....
શોમાં દીપિકા અને આલિયાએ જણાવ્યું કે, બર્લિનમાં IIFA એવોર્ડ બાદ અચાનક દીપિકા-આલિયાએ ડાયરેક્ટર શકુન બત્રા અને પોતાના મિત્રોની સાથે કોલ્ડપ્લેના કોન્સર્ટ જોવાની યોજના બનાવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ ટીવીના પોપ્યુલર ટોક શો કોફી વિધ કરણની છઠ્ઠી સીઝનનો પ્રથમ શો ટેલિક્સાટ થઈ ગયો છે. પ્રથમ એપિસોડની થીમ ગર્લ પાવર હતી. શોની પ્રથમ ગેસ્ટ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ હતી. શોના હોસ્ટ કરણ જૌહર સાથે વાતચીતમાં આલિયા અને દીપિકાએ જણાવ્યું કે, તે એક વખત જેન્ટ્સ ટોઈલટમાં ઘુસી ગઈ હતી.
કોન્સર્ટ દરમિયાન બન્નેને ટોઈલેટ જવું હતું. દીપિકા જણાવે છે કે જેવા જ તે વોશરૂમ તરફ ગાય ત્યાં લેડીઝની લાંબી લાઈન હતી. આ જોઈને બન્ને મેન્સ વોશરૂમ તરફ ભાગ્યા. દીપિકા અને આલિયાએ ત્યાં બહાર ઉભેલ 5-6 પુરુષોને હટાવ્યા અને વોશરૂમમાં ઘુસી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -