કૃષ્ણા શ્રોફ અને તેમનો એક્સ બોયફ્રેન્ડ ઇબન હેમ્સ ફરી એક વાર ચર્ચામાં છે. ઇબને બ્રેકઅપ બાદ ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી. બંનેનું ગત વર્ષે અંતમાં બ્રેકઅપ થઇ ગયું હતું.

ઇબન અને કૃષ્ણાના બ્રેકઅપ બાદ આ મુદ્દો સોશિયલ મીડિયા યુઝર્સ માટે દલીલનો અને ડિબેટનો મુદ્દો બની ગયો હતો. બ્રેકઅપ બાદ ઇબને લખ્યું હતું કે,” જ્યારે રિલેશનશિપમાં તમે ખુદ સંબંધ પૂર્ણ કરવાની કોશિશ કરશો તો આપનો એક્સ પાર્ટનર આપના માટે સારી વાત નહીં કહે, તે મનભરીને ખરાબ બોલશે. આવું તે એ માટે કરશે, કારણે કે તે ખુદ ખૂબ જ ખરાબ મહેસૂસ કરતા હોય છે.આ ફ્રસ્ટ્રેશનથી  બહાર આવવા માટે તે સતત તેના એકસ પર ખોટા આરોપો મૂકે છે. જો કે આ સમયે આપણે તેમના વિશે ખરાબ વાક્યો બોલવાની બદલે તેમના રા મિત્ર બનીને મદદ કરવી જોઇએ”

ઇબને સોશિયલ મીડિયા પર બ્રેકઅપ મુદ્દે કર્યો હતો ખુલાસો

બ્રેકઅપ બાદ ઇબને એક સેલ્ફી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, “હું તારાથી નારાજ બિલકુલ નથી. તારા માટે મારા માટે માત્ર પ્રેમ છે. તું તારી જિંદગી જીવ અને હું મારી” બંનેએ બહુ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું અને લાંબી રિલેશનશિપ બાદ બંનેએ જુદા થઇ જવાનો નિર્ણય લીધો. એક સમયે બંનેના લગ્નની અફવા પણ બહુ જ તેજ થઇ હતી. આ સમયે અચાનક નવેમ્બર 2020માં  કૃષ્ણાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને તેમના ફેન્સ કલબે રિક્વેસ્ટ કરી હતી. તે તેમને આ પોસ્ટમાં ઇબન સાથે ટેગ ન કરે.

નવેમ્બરમાં બંને થયા અલગ

ગત વર્ષ નવેમ્બરમાં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ સમયે ક્રિષ્ણાએ લખ્યુ હતું કે, “આપ સભી ફેન્ ક્લબ કાફી પ્યારે હો, લેકિન પ્લીઝ મુઝે ઇબન સાથ ટેગ કરના બંદ કર દે”  તેમણે જણાવ્યું હતું કે, “હું આપને એટલા માટે કહી રહી છું કેમ કે આપ બધું જ જાણો છો. આ સાથે કૃષ્ણાએ સોશિયલ મીડિયા પર ઇબન સાથેની બધી જ તસવીર ડિલિટ કરી દીધી હતી.