બૉલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિમી’નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મમાં કૃતિ એક સરોગેટ માતાની ભૂમિકામા નજર આવશે. આ ફિલ્મના સેટ પરથી કૃતિની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે બેબી બંપ સાથે નજર આવી રહી છે.

તસવીરમાં કૃતિ પ્રેગ્નેટ નજર આવી રહી છે. આ તસવીર તેના એક ફેન્સે શેર કરી છે. રિપોર્ટ અનુસાર કૃતિ સેન હાલ મંડાવામાં શૂટિંગ કરી રહી છે.


રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં પોતાના રોલને વધુ અસરકારક બનાવવા માટે કૃતિએ 15 કિલો વજન પણ વધાર્યું છે. ફિલ્મની કહાણી એક એવી મહિલા પર આધારિત છે. જેમાં એક દંપત્તિ માટે સરોગેટ માતા બનવાનો ઈનકાર કરી દે છે પરંતુ તેના એક ઈનકારથી તે મહિલાનું જીવન હંમેશા માટે બદલાઈ જાય છે.


કૃતિ સિવાય ફિલ્મમાં પકંજ ત્રિપાઠી, સુપ્રિયા પાઠક અને મનોજ પાહવા પણ મહત્વની ભૂમિકામાં છે. મિમી સિવાય કૃતિ સેનન અક્ષય કુમારની અપોઝિટ ફિલ્મ બચ્ચન પાંડે પણ સાથે નજર આવશે.