નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનની બહેન નુપૂર સેનને કૃતિની રિલેશનળિપને લઈને ખુલાસા કર્યા છે. તમને જણાવીએ કે, નુપૂર પણ પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ પહેલા તેણે રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. ખાસ કરીને પોતાની બહેન કૃતિ રિલેશનશિપને લઈને.


નુપૂરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “કૃતિ અત્યાર સુધી બે લોકોને ડેટ કરી ચુકી છે. તેની સૌથી લાંબી રિલેશનશિપ દોઢ વર્ષ સુધી રહી છે.” કૃતિએ જણાવ્યું કે પોતે ઘણી રૉમેન્ટિક છે. તેને પત્રો ઘણા જ પસંદ છે, પરંતુ 70-80નાં દાયકાનાં જેવી નહીં.

પોતાની પસંદનાં છોકરા વિશે જણાવતા કૃતિએ કહ્યું કે, “હું કેમિસ્ટ્રી પર વધારે ધ્યાન આપુ છું. મારું કોઈ ચેકલિસ્ટ નથી.” કૃતિની વાતને વચ્ચેથી જ કાપતા નુપૂરે કહ્યું કે, “કૃતિએ છોકરાનું અપ્રૂવલ તો લેવું પડશે.” આના પર કૃતિએ કહ્યું કે, “મને નથી લાગતુ કે આનાથી કોઈ ફર્ક પડે છે. હું એવું નહીં કરું કે પહેલા 10 લોકોથી અપ્રુવલ લઉં અને પછી નિર્ણય કરું કે મારે આ વ્યક્તિ સાથે રહેવું છે કે નહીં.”

કૃતિએ કહ્યું કે, “મને વફાદાર લોકો પસંદ છે અને આવા આજકાલ ઓછા જ મળે છે. એ કહેવું ઘણું દુ:ખદ છે કે આજની જનરેશનમાં વફાદારી જોવા નથી મળતી. હું ક્યારેય મારા એક્સ બૉયફ્રેન્ડની દોસ્ત નથી રહી. મે આવું ક્યારેય નથી કર્યું. આ એના પર નિર્ભર કરે છે કે તમારું બ્રેકઅપ કઇ રીતે થયું. જો આ બંનેની સહમતીથી થયું છે તો તમે દોસ્ત રહી શકો છો.”