સુનિલ શેટ્ટીનો પુત્ર આ યુવતીને કરી રહ્યો છે ટેડ, અહાને કોમેન્ટમાં લખ્યું I Love You
abpasmita.in | 05 Sep 2019 11:04 PM (IST)
તાનિયાએ ઇંન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં અહાન શેટ્ટી સાથે નજર આવી રહી છે. આ તસવીર પર અહાને કમેન્ટ પણ કરી છે.
બૉલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી બાદ પુત્ર અહાન શેટ્ટી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અહાન હાલમાં ઇટાલીમાં તાનિયા શ્રૉફ સાથે હોલિડે એન્જોય કરી રહ્યો છે. હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે અહાન તાનિયાને ડેટ કરી રહ્યો છે. તાનિયાએ ઇંન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં અહાન શેટ્ટી સાથે નજર આવી રહી છે. આ તસવીર પર અહાને કમેન્ટ પણ કરી છે. જેમાં તેણે આઈ લવ યૂ લખ્યું છે. અહાન અને તાનિયાની આ બોન્ડિંગને જોતા એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે આ અંગે બન્નેએ કોઈ ખુલાસો કર્યો નથી. અહાન અને તાનિયા બન્ને યૂરોપમાં છેલ્લા એક સપ્તાહથી વેકેશન માણી રહ્યાં છે. હોલિડેની તસવીરો તેઓ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. જો કે બન્નેએ આ અગાઉ એકસાથે કોઈ તસવીર શેર કરી નથી. ઉલ્લેખનીય છે કે અહાન જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો છે. તે મિલન લુથરિયાની તેલૂગુ હિટ આરએક્સ 100 ફિલ્મની હિંદી રિમેકમાં નજર આવશે. તે આ એક્શન થ્રિલર ફિલ્મમાં તારા સુતારિયા સાથે રોમાન્સ કરતો નજર આવશે.