Kumkum Fame Juhi Parmar: જુહી પરમાર છેલ્લા 25 વર્ષથી ટીવીની દુનિયામાં કામ કરી રહી છે. ચાહકો તેને કુમકુમના રોલમાં તેમની સારી એવી ચાહના મળી હતી.  આ સિરિયલથી જૂહીને દરેક ઘરમાં ખાસ ઓળખ મળી હતી.


ટીવી સીરીયલ 'કુમકુમ' થી ચાહકોનો અપાર પ્રેમ મેળવનાર અભિનેત્રી જુહી પરમાર એક સમયે ઈન્ડસ્ટ્રીની  સ્ટાર એક્ટ્રેસ  હતી. લોકોને જૂહીની ક્યુટનેસ અને સાદગી ખૂબ જ પસંદ આવી હતી.


9 વર્ષ પછી લગ્નનો આવ્યો અંત


 લગ્ન પછી આ અભિનેત્રીના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, ત્યારપછી જૂહી ગ્લેમરની દુનિયાથી દૂર રહેવા લાગી. પૂર્વ પતિ સચિન શ્રોફથી છૂટાછેડા લીધા બાદ તે સિરિયલોમાં ઓછી જોવા મળે છે. જાણીએ અભિનેત્રી તેના લગ્નના અંત પછી તેની પુત્રી સાથે કેવું જીવન જીવે છે.


કુમકુમ સિરિયલથી જુહી પરમારને ખાસ ઓળખ મળી હતી.


 લગ્ન પછી આ અભિનેત્રીના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, ત્યારપછી જૂહી ગ્લેમરની દુનિયાથી દૂર રહેવા લાગી. પૂર્વ પતિ સચિન શ્રોફથી છૂટાછેડા લીધા બાદ તે સિરિયલોમાં ઓછી જોવા મળે છે


જુહી પરમાર છેલ્લા 25 વર્ષથી ટીવીની દુનિયામાં કામ કરી રહી છે. ચાહકો તેને કુમકુમના રોલમાં  ખૂબ પસંદ કરી હતી. . આ સિરિયલથી જૂહીને દરેક ઘરમાં ખાસ ઓળખ મળી હતી. જુહી પરમારે વર્ષ 1998માં ટીવી શો 'વો'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બે વર્ષ પછી તે 'ચુરિયાં' અને 'યે જીવન હૈ'માં જોવા મળી હતી. જુહીએ ફરીથી બ્રેક લીધો અને 'કુમકુમ'થી ટીવીમાં કમબેક કર્યું. 2002માં આવેલા આ શોએ જુહીને ટીવીની ક્વીન બનાવી દીધી હતી.


જ્યારે અભિનેત્રીનું વ્યવસાયિક જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું, ત્યારે તેની અને અભિનેતા સચિન શ્રોફની જોડી ટીવી પર સૌથી વધુ લોકપ્રિય હતી. આ કપલે ડેટિંગ કર્યા બાદ 2009માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2013માં જૂહીએ એક પુત્રીને જન્મ આપ્યો. થોડા સમય પછી જૂહી અને સચિનના લગ્ન જીવનમાં સમસ્યાઓ ઉભી થવા લાગી.


 


હવે 'કુમકુમ' ફેમ જુહી પરમાર આવી સ્થિતિ રહે છે.


લગ્નજીવનમાં મતભેદ ઉભા થતાં થતાં જૂહી અને સચિને વર્ષ 2018માં છૂટાછેડા લીધા  અને જૂહીને દીકરીની કસ્ટડી મળી. હવે જુહી તેની પુત્રી સમાયરાનો એકલા હાથે  ઉછેર કરી રહી છે. તે પોતાની દીકરી સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ સિવાય અભિનેત્રી લાઈમલાઈટથી પણ દૂર રહે છે. અત્યારે તે વધુમાં વધુ સમય    દીકરી સાથે વિતાવી રહી છે.