નવી દિલ્હીઃ બ્રેસ્ટ કેન્સરની લડાઇ બાદ મા બનવાનું સૌભાગ્ય ગુમાવી ચૂકેલી કાઇલી મિનોગનું કહેવું છે કે તે વારંવાર કલ્પના કરે છે મા બનવાનો અનુભવ કેવો હોય. 50 વર્ષીય ઓસ્ટ્રેલિયન પોપ સ્ટારને માતા નહીં બની શકવાનું દુઃખ છે પરંતુ તેણે હવે આ વાત સ્વીકારી લીધી છે.

કાઇલી મિનોગને 2005માં 36 વર્ષની વયે સ્તન કેન્સર હોવાની વાત ખબર પડી હતી. તેણે એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મેં તે સમયે વિચાર્યું નહોતું કે આમ થશે પરંતુ કેન્સરે બધું જ બદલી નાંખ્યું. ઘણા લોકો કહે છે કે માતા બનવાનો વિકલ્પ છે પરંતુ હવે હું 50 વર્ષની છું અને મેં મારા જીવન સાથે સમજૂતી કરી લીધી છે.

મિનોગે એમ પણ કહ્યું કે, મને માતા નહીં બનવાનું દુઃખ નથી તેમ નથી પરંતુ જો હું તેને લઇને પશ્ચાતાપ કરીશ તો મારા માટે જિંદગીમાં આગળ વધવું ખૂબ મુશ્કેલ થઈ જશે.


કાઇલી મિનોગે અક્ષય કુમાર સાથે ‘બ્લૂ’ ફિલ્મમાં કામ કર્યું છે.  આ ફિલ્મમાં તેનું ચિગી વિગી સોંગ ખૂબ પોપ્યુલર થયું હતું.