નવી દિલ્હીઃ પ્રિન્સ હેરીની પત્ની મેગન માર્કલે પુત્રને જન્મ આપ્યો છે. આ સાથે જ બ્રિટનના શાહી પરિવારમાં વધુ એક નાના મહેમાનનો ઉમેરો થઇ ગયો છે. શાહી પરિવારે ખુદ આ અંગે જાણકારી આપી છે. હાલ બાળકના નામની જાહેરાત કરવામાં આવી નથી. મા અને બાળક બંને સ્વસ્થ છે.


શાહી પરિવારે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ સમાચાર આપ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું, પુત્રનો જન્મ થયો છે. ટ્વિટર પર લખ્યું, બ્રિટનની ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કલે સોમવારે પુત્રને જન્મ આપ્યો છે.


બકિંઘમ પેલેસના જણાવ્યા મુજબ, મેગનને સોમવારે પ્રસૂતી પીડા શરૂ થઈ હતી. તે સમયે તેનો પતિ પ્રિન્સ હેરી પણ સાથે હતો. ડચેસ અને બાળક બંને સ્વસ્થ છે.