દીપિકા-રણવીર ઈટાલીના આ સ્થળ પર ફરશે ફેરા, જુઓ તસવીરો
લેક કોમોનો સૌથી ફેમસ ટાઉન બેલાજિયો છે. બોટથી જવું એ બેસ્ટ છે. જેને કારણે ચારે તરફની સુંદરતા જોવા મળે છે. મેનાજિયો વિલેજ પણ નેચરલ બ્યૂટીથી ભરપૂર છે. વોટર સ્પોર્ટ્સ માટે આ જગ્યા ધી બેસ્ટ છે. અહીંયા અનેક સુંદર ગાર્ડન્સ પણ આવેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેક કોમો ઉત્તર ઈટાલીમાં આવેલું છે. જે સ્વિઝ બોર્ડરની નજીક છે. ઈટાલીના શહેર મિલાનથી લેક કોમો એક કલાકના અંતરે આવેલું છે.
લેક કોમો ફરવાનો બેસ્ટ ટાઈમ મેથી સપ્ટેમ્બરની વચ્ચેનો હોય છે. જુલાઈ તથા ઓગસ્ટ બંને હોટેસ્ટ મંથ છે. આ સમયે અહીંયા એવરેજ તાપમાન 22 ડિગ્રીની આસપાસ હોય છે. ઘણીવાર તો 35 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચી જાય છે.
મુંબઈ: રણવીર સિંહ-દીપિકા પાદુકોણ 20 નવેમ્બરે ઇટલીમાં લગ્ન કરશે. રણવીર અને દીપિકાના લગ્ન સાથે જોડાયેલ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કપલ જ્યા લગ્ન કરવાના છે તે જગ્યા પોતાની નેચરલ બ્યૂટીને કારણે દુનિયાભરમાં લોકપ્રિય છે. લેક કોમો ઈટાલીનું ત્રીજું સૌથી મોટું લેક છે. લેક કોમો પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
લેક કોમો સ્થિત વિલા ડેલ બાલબિયાનેલોમાં વિશ્વના અનેક વીઆઈપી અને ફેમસ સ્પોર્ટ્સ પ્લેયર્સ લગ્ન કરી ચૂક્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, અહીંયાના ટોપ લોકેશનમાં લગ્ન કરવાનો એક કલાકનો ખર્ચ 16 લાખ રૂપિયા થાય છે. જેમાં ખાવા-પીવાનો ખર્ચ સામેલ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -