સુરતઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં તો કોરોનાના કેસો વધી જ રહ્યા છે. સાથે સાથે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો સતત વધતાં તંત્ર ચિંતિત બન્યું છે. આજે સુરત જિલ્લામાં કોરોનાના 96 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસો 1000ને પાર થઈ ગયા છે.

આજે સુરત જિલ્લામાં ચોર્યાશીમાં સૌથી વધુ 24 કેસ નંધાયા છે. આ ઉપરાંત બારડોલીમાં 6 , કામરેજમાં 19 , મહુવામાં 5, માંગરોળમાં 7 , ઓલપાડમાં 13, પલસાણામાં 18 અને ઉમરપાડામાં 4 કેસ નોંધાયા છે. સુરત જિલ્લાના અત્યાર સુધીના કુલ કેસ 1057 થયા છે.