લતા મંગેશકરે ટ્વિટ કરતા લખ્યું, આ સમયમાં સરકારની મદદ કરવી આપણું કર્તવ્ય છે. હું મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા આપું છું. દરેકને વિનંતી કરું છું કે આપણે કોરોના સામેની લડાઈમાં સરકારની બની શકે તેટલી મદદ કરવી જોઈએ.
બોલિવૂડમાંથી આ પહેલાં રિતીક રોશન, અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, ગુરુ રંધાવા, વરુણ ધવન, વિકી કૌશલ, રાજકુમાર રાવ, કેટરિના કૈફ સહિત અનેક સેલેબ્સે આર્થિક મદદ કરી ચૂક્યા છે.