અમેરિકામાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,63,000ને વટાવી ગઈ છે અને એક જ દિવસમાં 573 લોકોના મોત થતાં મૃતકોની સંખ્યા વધીને 3100ને પાર થઈ ગઈ છે. જેમાં સૌથી વધુ અસર ગુજરાતીઓની મોટી સંખ્યા છે તેવા ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જોવા મળી રહી છે.
ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું, હાલનો સમય યુદ્ધ જેવા વાતાવરણ સામે લડવાનો છે અને તેમાં આપણે બધાએ એક રહેવાનું છે. ન્યૂયોર્કમાં આવેલી હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધારે કોરોના વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે, જેને લઈ તંત્ર દ્વારા હેલ્થકેર વર્કર્સને સ્વેચ્છાએ આગળ આવવા અપીલ કરી છે.
ન્યૂજર્સીની વર્ચુઆ મેમોરિયલ હોસ્પિટલમાં કામ કરતી નર્સે કહ્યું, જો અમે અમારી જાતની કાળજી નહીં લઈએ તો તમારી કેવી રીતે કાળજી રાખીશું. અમેરિકામાં કોરોના સંક્રમિતોની જલદી ખબર પડે તે માટે રાજયોમાં ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.