મુંબઈ: પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર થોડાક દિવસો પહેલા લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા' ગાઈને રાતો રાતો ફેમસ થયેલી રાનુ મંડલને લઈન સ્વર કોકિલા લતા મંગેશકરે પ્રતિક્રિયા આપી છે.

લતા મંગેશકેર કહ્યું કે, “જો મારા નામ અને કામથી કોઇનું ભલુ થાય છે તો હું મારી જાતને ખુશનસીબ માનું છું.” જો કે તેની સાથે તેમણે કહ્યું કે, મને એવું લાગે છે કે કોઈની નકલ કરવાથી તમને લાંબા સમય સુધી સફળતા મળી શકતી નથી. કિશોર દા, મોહમ્મદ રફી, આશા ભોસલે અને મુકેશના ગીતો ગાઇને આકાંક્ષી ગાયકોને થોડાક સમય માટે અટેન્શન મળે છે પરંતુ એ લાંબા સમય સુધી રહેતી નથી.'”


તેમને કહ્યું કે, 'રિયાલિટી શો માં ઘણા બાળકો મારા ગીતો ખૂબ જ સુંદર રીતા ગાય છે પરંતુ એમાંથી ખૂબ જ ઓછા હશે જેને યાદ રાખવામાં આવે. મને માત્ર સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલને યાદ છે.' એમને રાનૂને સલાહ આપતા કહ્યું, 'ઓરિજિનલ રહો, તમામ સિંગર્સના એવરગ્રીન ગીત ગાઓ પરંતુ થોડાક સમય બાદ ગાયકે પોતાનું ગીત શોધવું જોઇએ.'


ઉલ્લખેનીય છે કે વીડિયો વાયરલ થયા બાદ તેના ટેલેન્ટને જોતાં રાનુ મંડલને હિંમશ રેશમિયાએ ગીત ગાવાની પણ ઓફર આપી દીધી છે. હિમેશ રેશમિયાએ રાનુને ‘તેરી મેરી કહાની’ ગીત ગવડાવ્યું હતું જે સોશિયલ મીડિયા પર સુપરહિટ થયું છે. હિમેશે તેના રેકોર્ડિંગનો વીડિયો શેર કર્યો હતો. પ્રથમ ગીતને સારો રિસ્પોન્સ મળતા હિમેશે રાનુ સાથે બીજું ગીત પણ રેકોર્ડ કર્યું છે.