નવી દિલ્હીઃ ચૂંટણીના કારણે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારત પ્રવાસ રદ કર્યો છે. યાત્રાના થોડા દિવસ પહલા જ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો અને ઈઝરાયલમાં ચૂંટણીના કારણે તેમનો પ્રવાસ રદ કર્યો હોવાની સૂચના આપી હતી. નેતન્યાહૂએ પીએમ મોદીને કહ્યું કે, તેઓ ચૂંટણી પૂરી થયા બાદ ભારતનો પ્રવાસ કરશે. ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી છે.


ઈઝરાયલમાં ચાલુ વર્ષે 9 એપ્રિલના રોજ ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં નેતન્યાહૂની પાર્ટીને બહુમત નહોતી મળી. તેઓ ગઠબંધનમાં સફળ નહોતા રહ્યા. જે બાદ ઈઝરાયલમાં 17 સપ્ટેમ્બરે પુનઃચૂંટણી યોજાશે. મોદી સત્તામાં આવ્યા બાદ ભારતે ઈઝરાયલ સાથે સંબંધ વધાર્યા છે. મોદી અનેક સમિટમાં નેતન્યાહૂને ઉષ્માભેર મળ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદી ઈઝરાયલનો અને નેતન્યાહૂ ભારતનો પ્રવાસ કરી ચુક્યા છે.

થોડા દિવસો પહેલા નેતન્યાહૂએ તેના ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તસવીરોનો ઉપયોગ કર્યો હતો. આ તસવીરો દ્વારા તેમણે વિદેશ નીતિની ઉપલબ્ધિઓ ગણાવવાની કોશિશ કરી હતી.

કોહલીને કાયમ ફળ્યું છે વેસ્ટ ઈન્ડિઝ, આ રહ્યા આંકડા, જાણો વિગત

હવે સરકારે IDBI બેંકને પણ આપ્યું 9000 કરોડ રૂપિયાનું પેકેજ, જાણો વિગત

શેરબજાર માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, આ કારણે 800 પોઇન્ટનો બોલ્યો કડાકો