અમરેલીના ખાંભા અને રાજુલામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા છે. ખાંભાથી ઉના જતો સ્ટેટ હાઈવે 30 મિનિટ સુધી બંધ રહ્યો હતો. સ્ટેટ હાઈવે 30 મિનિટ બંધ રહેતા વાહનચાલકો પરેશાન થયા હતા.
રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે સાજણવાવની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. પૂરના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જીવના જોખમે સ્થાનિક યુવાનો નદીમાં ન્હાતા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. માછીમારોને છ અને સાત સપ્ટેંબરના દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.