પત્નીની જાસુસીને નવાઝુદ્દીને ગણાવી હતી બકવાસ, હવે વકીલની કરાઈ ધરપકડ
નવાઝુદ્દીન બાદ તેની પત્ની આલિયાએ ફેસબુક પર લખ્યું હતું કે આ પ્રકારની અફવાઓ આવવાના કારણે તે અને નવાઝ બંને હેરાન છે. પતિ સાથે જોડાયેલા જૂના વિવાદ પર પત્ની આલિયાએ કહ્યું નવાઝનો માત્ર એટલી જ ભૂલ છે કે તે માત્ર સાચુ બોલે છે. નવાઝના સંબંધો વિશે આલિયાએ લખ્યું તેમનો સંબંધ 15 વર્ષ જૂનો છે જ્યારે નવાઝ કંઈ નહોતો અને આજે સ્ટાર છે.
પોલીસ આ પહેલાના મામલામાં મહિલા જાસુસ રજની પંડિત સહિત 11 લોકોની ધરપકડ કરી ચુકી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે પ્રશાંત પાલેકર, નવાઝની પત્નીની જાસુસી કરી રહ્યો હતો. CDR જમા કરીને રિજવાન અને નવાઝ સુધી પહોંચાડવામાં આવતા હતા. પ્રશાંત એક પ્રાઈવેટ જાસુસ છે. આરોપ છે કે તેને નવાઝની પત્નીની જાસુસી કરવા માટે હાયર કરવામાં આવ્યો હતો. આ પહેલા મીડિયામાં આ મામલો સામે આવ્યા બાદ નવાઝે આ મુદ્દે ટ્વીટ કર્યું હતું કે હું હેરાન છું કે મીડિયા કેટલાક આરોપોને લઈને મારા પર સવાલો ઉઠાવી રહ્યું છે.
મુંબઈ: પત્નીની જાસુસીના આરોપમાં ઘેરાયેલા બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીનની મુશ્કેલીમાં વધારો થયો છે. નવાઝુદ્દીનની પત્નીએ ભલે તમામ આરોપોનું ખંડન કર્યું હોય પરંતુ પોલીસે કાર્યવાહી કરી છે. ઠાણે ક્રાઈમ બ્રાન્ચે CDR કોલ ડિટેલ રેર્કોડ મામલે નવાઝુદ્દીન સિદીકાના વકીલ રિજવાન સિદ્દીકીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ લોકો અંગત જાસુસી કંપનીઓ માટે લોકોના ફોનના રેર્કોડ કાઢતા હતા.