લીઝાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે પાણીમાં પોતાના પતિ અને દીકરા સાથે જોવા મળી રહી છે. તેનો દીકરો જેક લાલવાની તેના પતિના ખોળામાં છે. લીઝા સ્વિમસૂટમાં જોવા મળી રહી છે અને તેનો બેબી બંપ સાફ દેખાઇ રહ્યો છે. તે સિવાય તેણે કેપ્શન સાથે આ વાતની પુષ્ટી કરી હતી.
તસવીર સાથે લીઝાએ લખ્યું કે, પાર્ટી ઓફ 4 ઓન ધ વે. ખાસ વાત એ છે કે તસવીરમાં ફક્ત 3 લોકો દેખાઇ રહ્યા છે. તેમ છતાં તેણે ચાર લોકોની પાર્ટી શરૂ થવાની એ વાત લખી છે તેનો સીધો અર્થ એ લગાવવામાં આવી રહ્યો છે કે લીઝા પ્રેગનન્ટ છે. લીઝા બીજી વખત મા બનશે. લીઝાએ વર્ષ 2016માં ઓક્ટોબરમાં ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. મે 2017માં તેણે પોતાના પ્રથમ દીકરા જેકને જન્મ આપ્યો હતો.