Suhani Bhatnagar Dies: બૉલીવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ 'દંગલ'માં નાની બબિતા ​​ફોગટની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે. આજે 17 ફેબ્રુઆરી, શનિવારે સુહાનીએ દિલ્હીમાં અંતિમશ્વાસ લીધા. માત્ર 19 વર્ષની ઉંમરે સુહાનીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સમાચાર અનુસાર, તે લાંબા સમયથી દિલ્હીની AIIMS હૉસ્પીટલમાં દાખલ હતી. તેમના અંતિમ સંસ્કાર આજે ફરીદાબાદમાં કરવામાં આવશે.


દવાઓની સાઇડ ઇફેક્ટથી નિધન 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુહાની ભટનાગરને થોડા સમય પહેલા પગમાં ફ્રેક્ચર થયું હતું. તેની સારવાર માટે તે જે દવાઓ લેતી હતી. તે દવાઓની તેના પર આડઅસર થઈ છે. અહેવાલ મુજબ, તેમના શરીરમાં પ્રવાહી એકઠું થવા લાગ્યું અને આ તેમના મૃત્યુનું કારણ હોવાનું કહેવાય છે.




'દંગલ' થી કર્યુ હતુ બૉલીવુડ ડેબ્યૂ 
સુહાની ભટનાગરે વર્ષ 2016માં ફિલ્મ 'દંગલ' દ્વારા બૉલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેણે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. પ્રેક્ષકોએ ગીતા અને બબિતાના પાત્રો ભજવતા બંને બાળ કલાકારોના અભિનયના વખાણ કર્યા હતા અને તેમની ક્યૂટનેસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલ્મમાં આમિર, સાક્ષી તંવર અને ઝાયરા વસીમ સાથે કામ કર્યા બાદ સુહાનીએ કેટલીક ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. જોકે, બાદમાં તેણે અભ્યાસમાં ધ્યાન આપવા માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.


સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ ન હતી 
'દંગલની નાની બબિતા ​​ફોગટ એટલે કે સુહાની ભટનાગર સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નહોતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બહુ ઓછી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર સુહાનીના 20.9K ફોલોઅર્સ છે. સુહાનીએ તેના દંગલ કો-સ્ટાર્સ સાથે ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી. તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નવેમ્બર 2021ની છે.