આહિર સમાજના અગ્રણી એવા ગીગા ભમ્મરે ચારણ સમાજ વિષે અને તેમના માતાજી વિશે અશોભનિય ભાષાનો ઉપયોગ કરતા વિવાદ સર્જાયો છે. સમૂહ લગ્નના મંચ પર ગીગા ભમ્મરે આહિર સમાજને સંબોધતા ચારણ સમાજ પર નિશાન સાધ્યું હતું. જેના લઇને ચારણ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આહિર સમાજના અગ્રણી કહેવાતા ગીગી ભમ્ભરે સોનલ માતાજી અને  ચારણ સમાજ વિશે  વિવાદસ્પદ નિવેદન કરતા આ સમાજની લાગણી દુભાઇ છે. જેના લઇને ચારણ સમાજ દ્રારા ગીગા ભમ્મર વિરુદ્ધમાં ભાવનગર એલ.સી.બી માં ફરિયાદ અપાઈ છે.



સમગ્ર ગુજરાત ચારણ - ગઢવી સમાજમાં ગીગા ભમ્મર વિરુદ્ધ માં ભારે રોષ જોવા મળ્યો છે., કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, સહિત અનેક પોલીસ મથકો માં ગીગા ભમ્મર વિરુદ્ધમાં અરજીઓ અને ફરિયાદ અપાઈ છે. આહીર સમાજ ના અનેક મોટા આગેવાનોના ચારણ સમાજના સમર્થનમાં અને ગીગા ભમ્મર વિરુદ્ધ માં નિવેદનો આવ્યા છે.


રાજકોટમાં ચારણ ગઢવી સમાજ અંગે અભદ્ર ટિપ્પણીના મામલે  રેલીનું આયોજન કરવામાં  આવ્યું હતું. ગીગા ભમમર દ્વારા ચારણ ગઢવી સમાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેને લઇને બહુમાળી ભવનથી રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદન પાઠવી કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.


ગીગા ભમ્ભરના નિવેદનને લઇને દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં રોષ વ્યાપ્યી ગયો છે. ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાન જનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો હતો અને ચારણ સમાજ વિશે અપમાન જનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજ રોષે ભરાયો છે.ખંભાળીયા સોનલ ધામ ખાતે વિશાળ સંખ્યામાં ચારણ સમાજ એકત્રિત થયા હતા અને આવેદન આપવા સમસ્ત ચારણ સમાજ કલેકટર કચેરીને ગીગી ભમ્ભરે  ફરિયાદ નોંધાઈ છે.