શ્રીદેવીનો મૃતદેહ આજે રાત્રે 10 વાગે આવશે મુંબઈ, ભારત લાવવા મળ્યું ક્લિયરન્સ, પોલીસે કોન્સ્યુલેટને લખી ચિઠ્ઠી
એબીપી ન્યુઝના સંવાદદાતાએ જણાવ્યું હતું કે ક્લિયરન્સ મળ્યા બાદજ પણ ઓછામાં ઓછા 4 કલાક બાદ જ શ્રીદેવીનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવે તેવી શક્યતા છે. પક્રિયાઓ પૂર્ણ થવામાં હજુ ચાર કલાક લાગે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીદેવીનું નિધન થયું છે તે સમાચાર સાંભળતાં આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. શ્રીદેવાના પાર્થિવ દેહના દર્શન માટે આખું બોલિવૂડ રાહ જોઈને બેઠું છે. જ્યારે ઘણી સેલિબ્રિટી અનિલ કપૂરના ઘરે પહોંચી છે. અનિલ કપૂર અને શ્રીદેવીના ઘરની બહાર ચાહકોની ભીડ જામી હતી.
જેના કારણે નવી-નવી શંકાઓ ઉભી થઈ રહી છે. તો બીજી બાજુ મુંબઈમાં અનિલ કપૂરના ઘરે શ્રીદેવી-બોની કપૂરની બંને દીકરીઓ ખુશી તથા જાહન્વીને સાંત્વના પાઠવવા માટે સતત ત્રીજા દિવસે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો.
દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેને લઈને હવે હવે અલગ-અલગ વાતો સામે આવી રહી છે. શ્રીદેવીને દુનિયાને અલવિદા કહ્યાનાં બે દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તેનો પાર્થિવ દેહ મુંબઈ આવ્યો નથી.
મુંબઈ: શનિવારે રાતે શ્રીદેવીનું નિધન થયું હતું. આજે સાંજ સુધીમાં શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ આવે તેવી શક્યા છે. દુબઈમાં શબ ઘરમાં તેનો મૃતદેહ 60 કલાકથી રાખવામાં આવ્યો છે. સરકારી વકીલની અનુમતી બાદ જ પોલીસ મૃતદેહને મુંબઈ લઈ જવાની મંજૂર આપશે. જોકે હવે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઈથી ભારત લાવવા માટે ક્લિયરેન્સ મળી ગયું છે. પોલીસે પરિવાર અને કોન્સ્યુલેટને ચિઠ્ઠી લખીને જાણ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -