આ ખેલાડી બનશે ક્રિકેટની દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન, 19 વર્ષે જ માથે આવી 'કેપ્ટન કેપ'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી ઓછી ઉંમરના ઇન્ટરનેશનલ ક્રિકેટ કેપ્ટનઃ 1. રાશિદ ખાન (અફગાનિસ્તાન) -19 વર્ષ 160 દિવસ (27 માર્ચ 2017ના દિવેસ), 2. રોડની ટ્રૉટ (બર્મૂડા)- 20 વર્ષ 332 દિવસ (વિરુદ્ધ કેનેડા- ટી-20 ઇન્ટરનેશનલ), 3. રાજિન સાલેહ (બાંગ્લેદેશ)- 20 વર્ષ 297 દિવસ (વિરુદ્ધ સાઉથ આફ્રિકા- વનડે), 4. તેતેન્દા તાઇબુ (ઝિમ્બાબ્વે)- 20 વર્ષ 358 દિવસ (વિરુદ્ધ શ્રીલંકા- ટેસ્ટ મેચ).
આની સાથેજ રાશિદ સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન બની જશે, અત્યાર સુધી 19 વર્ષ (27 માર્ચે- 19 વર્ષ 160 દિવસ)માં દુનિયાનો કોઇપણ ક્રિકેટર કોઇપણ ફોર્મેટમાં કેપ્ટન નથી બની શક્યો. અત્યારે સૌથી ઓછી ઉંમરમાં કેપ્ટન બનવાનો રેકોર્ડ બર્મૂડાના રોડની ટ્રૉટના નામે છે, તેને 20 વર્ષ 332 દિવસની ઉંમરમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
અફગાનિસ્તાન બોર્ડ અનુસાર, એપેન્ડિક્સના ઓપરેશન માટે અસગરને ઝિમ્બાબ્વેની એક સ્થાનિક હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવશે, તે ઓછામાં ઓછા દસ દિવસો બાદ મેદાનમાં વાપસી કરી શકશે. આ કારણે અફગાનિસ્તાનની ટીમ રાશિદ ખાનની કેપ્ટનશીપમાં 2019 વર્લ્ડ કપ માટે ક્વાલિફાઇ કરીને પોતાના અભિયાનની શરૂઆત કરશે, તેની પહેલી મેચ સ્કૉટલેન્ડ સામે 4 માર્ચે બુલાવાયોમાં રમાશે.
અફગાનિસ્તાનની ટીમ ઝિમ્બાબ્વેમાં આઇસીસી વર્લ્ડ કપ ક્વાલિફાયર મેચમાં રમશે, આ ટૂર્નામેન્ટની શરૂઆતી મેચોમાં અફઘાનિસ્તાનના રેગ્યૂલર કેપ્ટન અસગર સ્ટાનિકાઝઇ એપેન્ડિસાઇટિસના કારણે નહીં રમી શકે. આવામાં વાઇસ કેપ્ટન રાશિદ ટીમની કમાન સંભાળશે.
કાબુલઃ અફગાનિસ્તાનનો ક્રિકેટ સ્ટાર રાશિદ ખાન આજકાલ ચર્ચામાં છે, આઇસીસીની હાજરીમાં વનડે અને ટી-20 બૉલરની રેન્કિંગમાં ટૉપ પર પહોંચેલા રાશિદ વધુ એક સિદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. 19 વર્ષનો આ લેગ સ્પિનર ઇન્ટરનેશનલ ક્રિકેટ (મેન્સ હોય કે વિમેન્સ ક્રિકેટ)માં સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -