મુંબઈ: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બોલિવૂડ એક્ટર નસીરુદ્ધીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે સંકળાયેલા 600 થી વધુ હસ્તીઓએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવાની અપીલ કરી છે. જેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. હસ્તિઓએ એક પત્ર લખીને લોકોને અપીલ કરી છે કે મત આપીને ભાજપ અને તેના સહયોગી પક્ષોને સત્તામાંથી બહાર કરો.


ઉલ્લેખનીય છે કે, ભાજપને મત આપવાની અપીલ કરનારાઓમાં અમોલ પાલેકર, નસીરુદ્ધીન શાહ, ગિરીશ કર્નાડ, એમ કે રૈના અને ઉષા ગાંગુલી જેવા જાણિતા નામો સામેલ છે. આ પહેલા 100 થી વધુ ફિલ્મ નિર્માતાઓએ પણ ભાજપને મત નહીં આપવાની અપીલ કરી ચુક્યાં છે.

BJPને સત્તામાંથી હટાવવા માટે 100થી વધુ ફિલ્મ નિર્માતાઓએ વોટર્સને કરી અપીલ

બોલિવૂડની આ એક્ટ્રેસે ભાજપના નેતાઓની ઉડાવી મજાક, પૂછ્યું- કઈ સીટથી ચૂંટણી લડી રહ્યા છે નેહરૂ.....

લોકસભા ચૂંટણીઃ મતદારોને આકર્ષવા માટે હેમા માલિનીએ ચલાવ્યું ટ્રેક્ટર, જુઓ તસવીરો

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, તમામ હસ્તિઓએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને તેના સંવિધાનની અવધારણા ખતરામાં છે. ભાજપને મત ના આપો. આ પત્ર આર્ટિસ્ટ યુનાઇટ ઈન્ડિયા વેબસાઈટ પર ગુરુવારે જારી કરવામાં આવ્યો છે. જે 12 ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘આગામી લોકસભા ચૂંટણી દેશના ઇતિહાસમાં સૌથી ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય ખતરામાં છે. આપણું સંવિધાન પણ ખતરામાં છે. સરકારે આ સંસ્થાઓનું ગળું દબાવી દીધું છે. જ્યાં તર્ક, વિવાદ અને અસહમતિનો વિકાસ થયો છે. કોઇ લોકતંત્રને સૌથી નબળી અને સૌથી વધારે વંચિત લોકોને સશક્ત બનાવવા જોઇએ.’

કોઇ પણ લોકતંત્ર કોઇ સવાલ, વિવાદ અને સજાગ વિપક્ષ વગર કામ કરી શકે નહીં. આ તમામને હાલની સરકારે પૂરી રીતે તાકાતથી કચડી નાંખ્યા છે. તમામ ભાજપને સત્તાથી બહાર કરવા માટે મતદાન કરો. સંવિધાનનું સંરક્ષણ કરો અને કટ્ટરતા, ધૃણા અને નિષ્ઠુરતાને સત્તાથી બહાર કરો.

પત્રમાં શાંતા ગોખલે, મહેશ એલકુંચેવાર, મહેશ દત્તાની, અરુંધતી નાગ, કીર્તિ જૈન, અભિષેક મજૂમદાર, કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, અનુરાગ કશ્યપની સાઇન છે.

2019ની રાજનીતિ બદલનારો ઇન્ટરવ્યૂઃ PM મોદીએ પાંચ વર્ષમાં કરેલા કામ મુદ્દે શું કહ્યું?