નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નું પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે 11 દિવસ જ બાકી છે. એવામાં કોગ્રેસ અને ભાજપ સહિતની પાર્ટીઓ પોત પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. અહેવાલ છે પીએમ મોદી 51 દિવસમાં 100થી વધારે રેલી કરશે અને તે રેલીઓમાં પાકિસ્તાન પર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈક પર વાત કરી રહ્યા છે.




આ દરમિયાન BJPએ તેના Twitter હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે અભિનંદનની ઘટના ઘટી હતી ત્યારે દેશના બધા રાજનૈતિક દળોએ કહેવું જોઈતું હતું કે અમને દેશની સેના પર ગર્વ છે કે તેને F16ને ધ્વસ્ત કર્યું. પરંતુ તેઓ અભિનંદન ક્યારે આવશે તેના પર વિચારવા લાગ્યા: વડાપ્રધાન મોદી.’ બીજેપીનું આ ટ્વિટ ModiSpeaksToBharat હેશટેગ સાથે હતું.




ભાજપના આ ટ્વિટ પર બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જોકે અભિનેત્રીએ બીજેપીના આ ટ્વિટનો કોઈ ઉલ્લેખ નથી કર્યો પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેનો ઈશારો પીએમ મોદીની વાત તરફ છે. રિચા ચઢ્ઢાએ ટ્વિટ કરી કહ્યું કે, ‘આ કેવી રીતે બની શકે છે કે અમને વિંગ કમાંડર અભિનંદનની સુરક્ષિત ઘર વાપસીની ચિંતા ન હોય? આખરે કેમ તેમનો ચેહરો રાજનૈતિક બિલબોર્ડસ પર હતો….તેમનો પરિવાર છે….જે કહેવામાં આવ્યું છે તે વાસ્તવિકતાથી ઘણું દૂર છે.’ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના આ નિવેદન પર અન્ય કેટલાક લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે.