આજે કોંગ્રેસમાં જોડાશે આ દિગ્ગજ અભિનેતા, જાણો ક્યાંથી લડશે ચૂંટણી
abpasmita.in | 06 Apr 2019 09:37 AM (IST)
શત્રુઘ્ન સિન્હા આ પહેલા 28 માર્ચના રોજ કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીના આવાસ પર જઈને તમને મળ્યા હતા.
નવી દિલ્હીઃ ભાજપના બાગી અને બિહારની પટના સાહિબથી સાંસદ શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. શત્રુઘ્ન સિન્હા આ પહેલા 28 માર્ચના રોજ કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીના આવાસ પર જઈને તમને મળ્યા હતા. શત્રુઘ્ન સિન્હા નવરાત્રીના શુભ મુહુર્ત પર જોડાવાની જાહેરાત કરી છે. કોંગ્રેસમાં જોડાવા અને પટના સાહિબથી ઉમેદવારીના સવાલ પર સિન્હાએ કહ્યું હતું કે, સ્થિતિ જે પણ હોય, પરંતુ તે પટના સાહિબથી ચૂંટણી લડશે. મહાગઠબંધનમાં સીટની જે વહેંચણી થઈ છે તે પ્રમાણે પટના સાહિબ સીટ કોંગ્રેસના ફાળે આવી છે. એવામાં એ નક્કી છે કે, આસીટથી કોંગ્રેસ તેમને જ ટિકિટ આપશે.