નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની લાઇફ પર બનેલી ફિલ્મ ભારે વિવાદ બાદ આખરે 11 એપ્રિલના રોજ રીલિઝ થશે. અત્યાર સુધીમાં ફિલ્મની રીલિઝ બે વખત ટાળવામાં આવી હતી. અગાઉ ફિલ્મ 12 એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી. પરંતુ બાદમાં તેને બદલીને પાંચ એપ્રિલ કરવામાં આવી હતી.


ફિલ્મ મેકર્સનું કહેવું છે કે 17 એપ્રિલના રોજ રીલિઝ થનારી ફિલ્મ કલંક એક સારી ફિલ્મ છે એવામાં આ ફિલ્મ સાથે ટકરાવને ઓછો કરવા માટે ફિલ્મની રીલિઝ ડેટ પાંચ એપ્રિલ કરવામાં આવી હતી. જોકે, અનેક લોકોએ આરોપ લગાવ્યો હતો કે લોકસભા ચૂંટણીના થોડા દિવસ અગાઉ ફિલ્મ રીલિઝ કરીને બીજેપીના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાદમાં અચાનક ફિલ્મ નિર્માતાઓએ રીલિઝ ડેટ બદલી દીધી.  હવે ફિલ્મ 11 એપ્રિલને રીલિઝ થશે. વિવેક ઓબેરોયે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી હતી.