....તો હવે આ જાણીતા ગાયકને પણ થયું કેન્સર?
લકી અલી છેલ્લા ઘણા સમયથી ગ્લેમરની દુનિયાથી દૂર છે. તે ખેતીવાડીમાં પોતાનો સમય વિતાવી રહ્યો છે. એક સ્ટાર કિડ હોવા છતા તે બોલિવૂડની ઝાકઝમાળથી ક્યારેય અંજાયો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલકી અલી જાણીતા કૉમેડિયન એક્ટર મહેમૂદનો પુત્ર છે. સિંગિંગ ઉપરાંત અલી કેટલીક ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી ચૂક્યો છે.
લકી અલીએ લખ્યું, ‘ડિયર કીમોથેરેપી, તુ ક્યારેય છેલ્લો વિકલ્પ ન હોઈ શકે.’ ઉલ્લેખનીય છે કે, કીમોથેરેપી કેન્સરની સારવારમાં આવતી પ્રક્રિયા છે. જોકે, નોંધવા જેવી બાબત એ છે કે, આ ટ્વીટ જે હેન્ડલ પરથી કરવામાં આવી છે તે લકી અલીનું ઑફિશિયલ એકાઉન્ટ હોવા અંગે આશંકા છે. સાથે જ આ હેન્ડલ બ્લૂટિક નથી.
નવી દિલ્હીઃ હાલમાં બોલિવૂડ સ્ટાર સાથે જોડાયેલ અનેક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાન અને અભિનેત્રી સોનાલી બેન્દ્રે પોતાની બીમારીની સારવાર વિદેશમાં કરાવી રહ્યા છે. ત્યારે હવે ગાયક લકી અલીના ટ્વીટથી તેના ફેન્સને આઘાત લાગી શકે છે. લકી અલીએ ટ્વીટર એકાઉન્ટ પરથી કીમોથેરાપીને લઈને ટ્વીટ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -