✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'સલમાન ખાન સાથે અફેર કે સંબંધ નથી', કઈ હોટ મોડલે કર્યો આ દાવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2018 10:29 AM (IST)
1

યૂલિઆએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું બોલીવુડનો ભાગ બનીશ. મારી એવી કોઈ ઇચ્છા પણ ન હતી. સલમાનના પ્રોત્સાહનને કારણે મેં હિન્દીમાં ગીત ગાવાનું શરૂ કર્યું અને તેની મદદથી હું એમ કરવામાં સફળ રહી છું.

2

પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં યૂલિયાએ કહ્યું કે, જ્યારે હું શરૂ શરૂમાં અહીં આવી હતી ત્યારે મને કોઈ ઓળખતું ન હતું. અહીં કોઈ મારા ભૂતકાળ વિશે જાણતું ન હતું. મારા સંઘર્ષ વિશે અહીં કોઈને ખબર નથી. જ્યારે રોમાનિયામાં મને અને મારા કામ વિશે બધા જાણે છે. ત્યાં હું એક મોટી સ્ટાર છું.

3

યૂલિયાએ આગળ કહ્યું કે, હું સલમાનો આદર કરું છું. તેણે મને ગાવા માટે ખૂબ પ્રેરણા આપી. હું એ વાત જાણું છું કે મારા અને સલમાનના લગ્નની અફવા ફેલાયેલી છે પરંતુ એવું કંઈ જ નથી. અમે બન્ને માત્ર સારા મિત્રો છીએ. બોલીવુડમાં કારકિર્દી પર પણ યૂલિયાએ ઘણું બધું કહ્યું હતું.

4

યૂલિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મોટાભાગના લોકો સલમાન ખાન સાથે મારા સંબંધ વિશે ખોટી માન્યતા ધરાવે છે. મને ખુદને મારા હવે પછીના જીવન વિશે ખબર નથી. આપણે આપણા જીવનને લઈને અનેક યોજના બનાવતા હોઈએ છીએ, પરંતુ જરૂરી નથી કે તે બધું જ પૂરું થાય.

5

મીડિયા અહેવાલ અનુસાર સલમાન ખાન લાંબા સમયથી યૂલિયાને ડેટ કરી રહ્યો છે. ઘણી વખત બન્નેના લગ્નના અહેવાલ પણ ચર્ચામાં રહ્યા છે. પરંતુ આખરે યૂલિયે પોતાના અને સલમાન ખાનના સંબંધ અને લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું છે.

6

નવી દિલ્હીઃ સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 11 ખતમ થઈ ગયું છે. ગ્રાન્ડ ફિનાલેના દિવસે સલમાન ખાને સપના ચૌધરીને કહ્યું કે, મારી સાથે લગ્ન કરીશ. પરંતુ તે તો માત્ર એક ગીત હતું. હવે સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરે સલમાન ખાન સાથે લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • 'સલમાન ખાન સાથે અફેર કે સંબંધ નથી', કઈ હોટ મોડલે કર્યો આ દાવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.