પાકિસ્તાનના આ ક્રિકેટરને માથા પર વાગ્યો બોલ, જાણો પછી શું થયું...
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શોએબ મલિકના માથા પર બોલ વાગવાથી ગંભીર ઇજા થઈ છે. મલિકને ડિલેડ કનક્યુઝન નામની બીમારીના પણ સંકેત મળ્યા છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાઈ રહેલ પાંચ મેચોની સીરીઝના ચોથા મેચ દરમિયાન બોલર કોલિન મુરનોનો થ્રો સીધો ઓએભના મલિકના માથા પર જઈને લાગ્યો હતો. બોલ લાગતા જ શોએફ માથું પકડીને જમીન પર ઢળી પડ્યો હતો. સાથી ખેલાડી તેની પાસે પહોંચ્યા અને મેડિકલ ટીમને બોલાવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, મલિક મલિક હેલમેટ કે હેટ પહેર્યા વિના ક્રિઝ પર ઉતર્યો હતો, કેમકે એ સમયે ન્યૂઝીલેન્ડના સ્પિનર્સ બોલિંગ કરી રહ્યા હતા. આ ઘટના પાકિસ્તાનની ઈનિંગની 32મી ઓવરમાં બની, જ્યારે મલિક એક ઝડપી રન લેવા દોડ્યો, પણ મોહમ્મદ હાફિઝે તેને પાછો મોકલી દીધો. મલિક જ્યારે પોતાની ક્રિઝમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે પોઈન્ટ પર ઉભેલા કોલિન મુનરોનો થ્રો તેના માથાના પાછળના ભાગમાં વાગ્યો અને દડો બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો. દડો વાગતા જ મલિક જમીન પર પડી ગયો. થોડી મિનિટ પછી તેણે ફરીથી બેટિંગ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે આ ઘટના બની ત્યારે તે 1 રન પર બેટિંગ કરી રહ્યો હતો. તેના ત્રણ દડા બાદ તે 6 રન બનાવીને આઉટ થઈ ગયો.
મલિક ફિલ્ડિંગમાં ન આવવા પર પાક ક્રિકેટના ફિઝિયોથેરાપિસ્ટ વી બી સિંહે કહ્યું કે, ‘દડો વાગવાને કારણે મલિક થોડો બેભાન થઈ ગયો હતો. તે રમી શકે તેમ નથી, એટલે ફિલ્ડિંગ કરવા ન ઉતર્યો.’ તેમણે કહ્યું કે, મલિક સ્વસ્થ છે અને સારી રીતે રીકવર કરી રહ્યો છે.
આ મેચમાં પાકને ન્યૂઝીલેન્ડના હાથે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. પાકે ટોસ જીતને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરોમાં 8 વિકેટે 262 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 45.5 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર કરી લીધું હતું. 5 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરીઝમાં ન્યૂઝીલેન્ડ 4-0થી આગળ છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એક સ્થાનિક મેચમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી ફિલ હ્યૂજના માથા પર પણ દડો વાગ્યો હતો. ફિલ હ્યૂજ બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે એક બાઉન્સર આવીને તેના માથાના પાછલા ભાગમાં વાગ્યો હતો અને તે બેભાન થઈને મેદાન પર જ પડી ગયો હતો. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -