અમદાવાદમાં આજે મોદી-નેતન્યાહૂની 'દોસ્તીનો રૉડ શૉ', ઉદ્યોગપતિઓને કરશે સંબોધિત
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ઇઝરાયેલી પ્રમુખ બેન્ઝામિન નેતન્યાહુની મેજબાની કરશે. નેતન્યાહૂ જ્યારે પીએમ મોદી સાથે અમદાવાદ પહોંચશે ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવશે. બન્ને નેતા દરમિયાન રૉડ શૉ કરશે. આ રૉડ શૉ અમદાવાદ એરપોર્ટથી શરૂ કરીને સાબરમતી આશ્રમ સુધી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૉડ શૉની ડિસ્ટન્સ લગભગ આઠ કિમી છે. આખા રસ્તાંની આજુબાજુ લગભગ 50 મંચ તૈયાર કરવામાં આવ્યા છે. જુદાજુદા રાજ્યો અને જાતીય સમૂહના સંગઠનો અને મંડળો અતિથિઓનું સ્વાગત કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. ભારતીય યહૂદી લોકો પણ બન્ને નેતાઓનું સ્વાગત કરશે. શહેરના એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના રસ્તાં પર નેતન્યાહૂની સાથે તેમની પત્ની સારાનું પણ જોરદાર સ્વાગત કરાશે.
આશ્રમથી મોદી અને નેતન્યાહૂ 'આઇ ક્રિએટ' જશે. આ શહેરની પાસે બાવળા ટાઉનમાં સ્વાયત્વ સેન્ટર ઓફ એક્સિલેન્સ છે. 'આઇ ક્રિએટ'ને મોદી જ્યારે 2011 માં રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ઔપચારિક રીતે શરૂ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા નવા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપે છે અને સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે તેમનું માર્ગદર્શન કરે છે.
બન્ને દેશોના પ્રમુખ બાદમાં સાબરકાંઠા જિલ્લાના વડરાડ ગામમાં જશે, જ્યાં સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર એગ્રીકલ્ચરની મુલાકાત લેશે. આને ઇઝારાયેલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીંથી બન્ને નેતા કચ્છમાં ખજૂરની ખેતી માટે રિસર્ચ ફેસિલિટીનું રિમૉટ કન્ટ્રૉલ દ્વારા ઉદઘાટન કરશે.
બન્ને નેતાઓ સેન્ટર ઓફ એક્સિલેન્સ પણ જશે અને આ રીતે એક અન્ય કેન્દ્રનું ઉદઘાટન કરશે. બન્ને નેતાઓની વચ્ચે ગયા વર્ષે મોદીની ઇઝરાઇલ યાત્રા દરમિયાન મિત્રતા થઇ હતી. મોદી ઇઝરાયેલની યાત્રા કરનારા પહેલા ભારતીય પીએમ છે. તે સાબરમતી આશ્રમ પણ જશે. સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધી લાંબા સમય સુધી રહ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -