ભાજપના નેતા એમજે અકબરે કેમ્પેઇનમાં સામેલ થતાં ટ્વિટ કર્યું અને લખ્યું, મને #MainBhiChowkidar કેમ્પેઇનમાં સામેલ થવા પર ગર્વ છે. એક નાગરિક હોવાને લીધે ભારતને પ્રેમ કરું છું. હું ભ્રષ્ટાચાર, ગંદગી, ગરીબી અને આતંકવાદને હટાવવાની પૂરી કોશિશ કરીશ અને એક નવા ભારતના નિર્માણમાં મદદ કરીશ જે મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ હોય.
ત્યાં જ, આ ટ્વિટ જોઇને બોલિવૂડ અભિનેત્રી રેણુકા શહાણે ભડકી હતી. રેણુકાએ એમજે અકબરને ટ્વિટર પર જ જવાબ આપતાં કહ્યું કે, જો તમે પણ ચોકીદાર છો તો કોઇ મહિલા સુરક્ષિત નથી. રેણુકા શહાણેએ આ ટ્વિટમાં લખ્યું #BesharmiKiHadd અને તેણે આમાં IndiaMeTooને પણ ટેગ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, #MeToo અભિયાન ભાજપના નેતા એમજે એકબરનું નામ સામે આવ્યું હતું. એમજે અકબર પર લગભગ 20 મહિલા પત્રકારોએ જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. તે બાદ સોશિયલ મીડિયામાં હંગામો થયો હતો અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા તેમના રાજીનામાની માગ કરવામાં આવી હતી. જે બાદ એમજે અકબરને વિદેશ રાજ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.