નવી દિલ્હીઃ મનોહર પર્રિકર હવે આ દુનિયામાં નથી રહ્યા. તેની સાદગી પર બધા લોકો આફરીન હતા. મુખ્યમંત્રી તરીકે પણ તેઓ કોઈપણ ચિંતા કર્યાવગર સ્કૂટરથી ઓફિસ પહોંચી જતા હતા. લોકો તેમને સ્કૂટરવાળા મુખ્યમંત્રી કહેતા હતા. પર્રિકરને વીઆઈપી કલ્ચર પસંદ ન હતું, આ જ કારણ છે કે તે રેસ્ટોરાંની જગ્યાએ ફુટપાથ પર ચા નાસ્તો કરવાનું પસંદ કરતા હતા. પર્રિકરની સાદગીના અનેક કિસ્સા ચર્ચિત છે.
મુખ્યમંત્રીના તરીકે પહેલા કાર્યકાળ દરમિયાન પર્રિકર ગોવામાં સ્કૂટર ઉપર ફરતા હતા. તેને લઈને એક કિસ્સો વોટ્સએપ અને અન્સ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. કેટલાકના મતે આ સત્યા ઘટના છે તો કેટલાક લોકોનું કહેવું છે કે આ યુવાઓને ટ્રાફિક નિયમોને લઈને જાગૃત કરવા આ મેસેજ બનાવ્યો હતો.
આ કિસ્સામાં એવું છે કે એક મોંઘી અને મોટી ગાડી લઈને જતા યુવકે હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકને ગાડી અથડાવી હતી. યુવક પોતાની ગાડીમાંથી ઉતર્યો હતો અને કહ્યું હતું કે જોઈને ચલાવી શકતો નથી? સ્કૂટર ચાલકે કહ્યું હતું કે હું તો યોગ્ય દિશામાં જ જઈ રહ્યો હતો, તમે ખોટી રીતે ગાડી ચલાવી રહ્યા હતા. આવો જવાબ સાંભળી ગાડી વાળો યુવક ગુસ્સે થયો હતો અને કહ્યું હતું કે તું જાણે છે કે મારા પિતા પોલીશ કમીશ્નર છે. આ સવાલ સાંભળી સ્કૂટર ચાલકે પોતાની હેલ્મેટ ઉતારીને કહ્યું હતું કે બેટા, હું અહીંનો મુખ્યમંત્રી છું.