મુંબઈ: ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સફળ કેપ્ટનમાના એક મહેંદ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમ એસ ધોની: ધ અનટોલ્ટ સ્ટોરી’ એ બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો છે.


ફિલ્મ નિર્માણ ક્ષેત્રની કંપની ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ કહ્યું કે ‘એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ એ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર 240 કરોડની કમાણી કરી છે. ફિલ્મ નિર્માતાઓનો દાવો છે કે આ આજ સુધીની સૌથી વધુ કમાણી કરનારી બોયોપિક છે.

ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે ટીમ ઈંડિયાના કેપ્ટન એમ એસ ધોનીના જીવન પર બનેલી ફિલ્મે ભારતમાં 175.7 કરોડ રૂપિયા, જ્યારે વિદેશમાં 29 કરોડની કમાણી કરી છે.

ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ અને અરૂણ પાંડેના ઈંસ્પાયર્ડ ઈંટરટેનમેંટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડે દ્વારા કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં ધોનીના રાંચીથી લઈને ભારતીય ટીમના સફળ કેપ્ટન બનવા સુધીની સફર છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રિલીઝ કરવામાં આવી હતી.

આ ફિલ્મમાં સુશાંત સિંહે ધોનીનું પાત્ર ભજવ્યું છે. સુશાંત સાથે આ ફિલ્મમાં કિઆરા અડવાણી,દિશા પટણી અને અનુપમ ખેર મુખ્ય ભુમિકામાં છે.