ડિવોર્સના સમાચાર બાદ મ્યુઝીયમ મેડમ તુસાદમાં છુટા થયા બ્રેડ પિટ અને એંજેલિનાના સ્ટેચ્યુ
abpasmita.in | 22 Sep 2016 06:41 PM (IST)
નવી દિલ્લી:મશહુર લોકોના મીણથી બનેલા પુતળા માટે વિશ્વભરમાં પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝીયમમાંથી હોલીવુડ અભિનેતા બ્રેડ પિટ અને એંજેલિના જોલીના છુટા પડવાના સમચારો બાદ બંનેના મીણથી બનેલા પુતળાઓ અલગ કરી દેવામાં આવ્યા છે. મેડમ તુસાદના ટ્વીટર એકાઉન્ટ પર જાહેર થયેલા નિવેદન મુજબ આ ખબરના કારણે દુનિયાભરના લોકોને મોટો ઝટકો લાગ્યો છે, અમે બ્રેંડ પિટ અને એંજેલિના જોલીના મીણના પુતળાઓને અલગ કરી દિધા છે. અલગ થયેલી આ જોડીના પુતળાનું 2013માં બ્રેડ પિટના 50માં જન્મદિવસ પર અનાવરણ કરવામાં આવ્યું હતું.