નવી દિલ્લી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવા પછી થોડા કલાકોમાં ભારતે ગુરુવારે પાકિસ્તાનને એક આતંકી દેશ ગણાવ્યો છે. સાથે એ આરોપ પણ લગાવ્યો છે કે તે આતંકવાદ પ્રાયોજિત કરવાની પોતાની રણનીતિ મારફતે ભારતીયો વિરુદ્ધ યુદ્ધ ગુનાઓને અંજામ આપે છે.


ભારતે તેનો મૂંહતોડ જવાબ આપતા કહ્યું કે, જે લોકોને સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદી જાહેર કર્યા છે, તે પાકિસ્તાની રસ્તાઓ ઉપર જાહેરમાં ફરે છે અને સરકારની મદદથી પોતાની ગતિવિધિઓને અંજામ આપે છે.

ભારતના જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે લગાવવામાં આવેલા તમામ આક્ષેપોનો જવાબના અધિકારનો ઉપયોગ કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની પહેલી સચિવ ઈ ગંભીરે કહ્યું કે માનવાધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન આતંકવાદ છે.