મધુ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. તેણે પહચાન, એલાન, પ્રેમ રોગ, જાલિમ, દિલજલે, જનતા કી અદાલત જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત કન્ન્ડ, તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટીવી સીરિયલ દેવી અને આરંભમાં પણ તેણે રોલ કર્યો છે. મધુ મૂળ રીતે તમિલ છે અને તે હેમા માલિનીની ભત્રીજી થાય છે.
મધુએ માતૃત્વ પર ધ્યાન આપવા ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. તેણે 1999માં આનંદ શાહ સાથે લગ્ન કર્યા હતા. મધુને સંતાનમાં બે દીકરીઓ છે. મધુએ થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા બાળકો નાના હોવાથી હું તેમના પર ધ્યાન આપવા માંગતી હતી. તેથી ફિલ્મોમાં મેં બ્રેક લીધો હતો. હિન્દી ફિલ્મોમાં હજુ પણ કામ કરવા તૈયાર છું પણ હવે વધારે ઓફર આવતી નથી.