મુંબઇઃ રાષ્ટ્રીય એવૉર્ડ વિજેતા મધુર ભંડારકર 1975ની કટોકટી પર ફિલ્મ બનાવા જઇ રહ્યા છે. આ ફિલ્મનું નામ ' મેં ઇંદુ' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શુટિંગ આગામી નવેંબર મહિનામાં શરૂ થશે. ફિલ્મમાં 21 મહિનાની કટોકટીને દર્શવવામાં આવશે આ સમય દરમિયાન પ્રેસ પર પણ સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીના 21 મહિના આઝાદ ભારતના સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યા છે. ફિલ્મ તેના પર ફોકસ કરવામાં આવ્યુ છે. આ પહેલા 'આંધી' અને 'કિસ્સા કુરશી કા' પણ કોટકટી પર ફિલ્મો બની હતી.