આ ફિલ્મથી હવે માધુરી મરાઠી ફિલ્મમાં ડેબ્યૂ કરશે, FIRST LOOK થયું રિલીઝ, જાણો કયા રૉલમાં દેખાશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મમાંથી તેનુ લૂક પૉસ્ટર શેર કરવામાં આવ્યું છે, આ પૉસ્ટરને માધુરીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને લખ્યું “હું મારી પહેલી મરાઠી ફિલ્મ માટે ખુબજ ઉત્સાહિત છે” ફિલ્મના આ પૉસ્ટરમાં માધુરી હેપ્પી ફેસ સાથે બાઇક ચલાવતી જોવા મળી રહી છે.
મુંબઇઃ બૉલીવુડમાં પોતની અદાકારીથી બધાની દીલ જીત્યા બાદ ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હવે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. માધુરી ટુંકસયમમાં જ કરણ જોહર અને એએ ફિલ્મ્સની ફિલ્મ મરાઠી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’માં જોવા મળશે.
ફિલ્મના આ પૉસ્ટરમાં માધુરી સુંદર તો લાગી રહી છે, સાથે તે બિલકુલ ટીનએજ ગર્લની જેમ દેખાઇ રહી છે. ડીએનએમાં છપાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ એક સામાન્ય માણસના જીવન પરની સ્ટૉરી છે જેના કેટલાક સપનાઓ અધુરા છે.
આ ફિલ્મનું નિર્માણ તેજસ દેઓસ્કર કરી રહ્યાં છે અને સાથે જ ડાર્ક હોર્સ સિનેમાઝ, ડર મોશન પિક્ચર્સ અને બ્લૂ મસ્તાંગ ક્રિએશન્સ મળીને આને પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે.
ફિલ્મમાં માધુરી મધુરા સાને નામની એક હાઉસવાઇફની ભૂમિકા નિભાવી રહી છે, જે પોતાના જીવનમાં બકેટ લિસ્ટમાં રહેલા દરેક કામને પુરા કરવા માગે છે. આ પણ રિલીવ કરવામાં આવ્યું છે કે આ ફિલ્મ માટે મેકર્સ બેસ્ટમાંથી બેસ્ટ પ્રમૉશનલ કેમ્પેઇન પ્લાન કરી રહ્યાં છે, જેમાં કરણ પણ સામેલ છે. આ ફિલ્મ કરણ જોહરના જન્મ દિવસ 25 મે ના દિવસે રિલીઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -