બીઆર ચોપડાની મહાભારતને હાલ ભારતભરના લોકો ખૂબ જ ધ્યાનથી જોઇ રહ્યા છે. એક વ્યક્તિને મહાભારતના એક સીનમાં ભીષ્મ પિતામહની પાછળ કૂલર જેવી કોઇ વસ્તુ નજરે પડી. જેનો તેણે સ્ક્રીનશોટ લઇને સોશિયલ મીડિયા પર મૂક્યો. અને તે પછી આ ફોટો એટલો વાયરલ થયો કે લોકોએ મીમ્સ બનાવવાની શરૂઆત કરી.
મહાભારતના આ સીનની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. અલગ-અલગ ડાયલોગ્સ સાથે આ સીનને જોડીને મીમ્સ વાયરલ થઇ રહ્યાં છે. એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું-ભીષ્મ પિતામહ એર કૂલરનો ઉપયોગ કરી રહ્યાં છે. ઓહ ભાઇ મારો મને મારો…અન્ય યુઝરે આ તસવીર બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલને ટેગ કરી છે.
એક શખ્સે લખ્યું છે- કૂલરનો આવિષ્કાર 1951માં થયો હતો. લો બીષ્મપિતામહ વિચારી રહ્યાં છે કે, ‘અપુન ઇજ ભગવાન હૈ’. કેટલાંક લોકોનું માનવુ છે કે આ ખબરો ખોટી છે. તસવીર સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ પિલરની ડિઝાઇન છે કોઇ કૂલર નથી. અન્ય એક યુઝરે લખ્યું- હા આ કૂલર નથી. આ પિલરની ડિઝાઇન છે. ફરીથઈ જુઓ.
જો કે મહાભારતના એક સીનમાં ડેઝર્ટ કૂલર જેવું કંઇક દેખાઇ રહ્યું છે. પણ અન્ય સીન આગળ જોશો તો તમને સમજાશે આ કોઇ કૂલર નથી પણ મહેલનો પીલર છે જેની ડિઝાઇન કૂલર જેવી લાગે છે અને એટલે કે ભ્રમ ઊભો થાય છે કે તે કૂલર છે.