આમિર ખાનની ‘મહાભારત’ માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ ઉદ્યોગપતિ, નામ જાણીને ચોંકી જશો
બાહુબલીના ફિલ્મ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલી પણ આમિર ખાન સાથે મહાભારત બનાવવાની ઈચ્છા બતાવી ચૂક્યા છે. રાજામૌલી આ ફિલ્મમાં મોહનલાલ, રજનીકાંત અને આમિર ખાનને કાસ્ટ કરવા માગે છે. જો કે મોહનલાલ પોતે પણ મહાભારત બનાવવાનો પ્લાન કરતા હોવાથી રાજામૌલીએ હાલ આ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું છે. હવે જોવાનું મજેદાર રહેશે કે સૌથી પહેલા કોની ‘મહાભારત’ ફિલ્મી પડદે જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહત્વનું છે કે આમિર ઈચ્છે છે કે મહાભારતની ગણના તેમની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એકમાં થાય. આમિર આ ફિલ્મનું નિર્માણ ભવ્ય સ્કેલ પર કરવા માગે છે, હૉલિવુડ ફિલ્મો ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ની જેમ. જો કે આટલા મોટાપાયે મહાભારત બનાવવા માટે ખૂબ મોટું બજેટ જરૂરી છે. કારણકે વિઝ્યુઅલ ટ્રીટમેંટમાં ઘણાં રૂપિયા ખર્ચ થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણી આમિર ખાનની મહાભારતને કો-પ્રોડ્યુસ કરશે, જેમાં તે 1000 કરોડ રૂપિયાનું બજેટ આપશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મુકેશ અંબાણી આ ફિલ્મ માટે નવું પ્રોડક્શન હાઉસ શરૂ કરશે કે પોતાની બીજી મીડિયા કંપની જેમકે જિયો અને વાયકોમ 18 દ્વારા પ્રોડ્યુસ કરશે.
નવી દિલ્હીઃ આમિર ખાને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે ‘મહાભારત’ને ફિલ્મ તરીકે ઉતારવા માગે છે. આખરે આમિર ખાનનું સપનું પૂરું થતું જોવા મળી રહ્યું ચે. આમિર ખાન પોતાની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બાદ મહાભારત પર આધારિત ફિલ્મ સીરીઝ પર કામ શરૂ કરશે. ખાસ વાત એ છે આ ફિલ્મને દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી કો-પ્રોડ્યૂસ કરવા જઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -