નવી દિલ્હીઃ ગઈકાલે દેશભરમાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરી. મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. જ્યારે બોલિવૂડની ડિંપલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિંટાએ પણ મહાશિવરાત્રિની અલગ જ અંદાજમાં ઉજવણી કરી. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા તેણે પોતાના ફેન્સને મહાશિવરાત્રિની શુભકામના પણ આપી.


પ્રીતિએ પતિ સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર્ શેર કરી જેમાં બન્ને એક જ થીમની ટીશર્ટમાં જોવા મળી રહ્યા છે. પ્રીતિએ પીળા અને પતિએ સફેદ રંગનું ટીશર્ટ પહેર્યું છે અને બન્નેના ટીશર્ટ પર ભગવાન શિવની તસવીર બનેલ છે. તસવીરની સાથે લખ્યું છે, હર-હર મહાદેવ. પ્રીતિના આ ટ્વીટને અનેક લાઈક્સ મળ્યા અને તેને ખૂબ શેર કરવામાં આવી. પ્રીતિ છેલ્લે ફિલ્મ ભઈયાજી સુપરહિટમાં કામ કરતી જોવા મળી હતી.

પ્રીતિએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘ભગવાન શિવની સુગંધ બધા કુવિચારને અને નકારાત્મકતાઓને નષ્ટ કરે અને અમારા અને અમારા પરિવારની આસ પાસના વાતાવરણમાં પ્રેમ, સકારાત્મકતા અને ઉલ્લાસનો ભાવ પેદા કરે. તમને બધાને મહાશિવરાત્રિની અનેક-અનેક શુભેચ્છાઓ..’