નવી દિલ્હીઃ કંગના રનૌતને તેના બિન્દાસ નિવેદનો માટે ઓળખવામાં આવે છે. મણિકર્ણિકા ફેમ એક્ટ્રેસ અને બોલિવૂડ ક્વીન કંગના રનૌતને જ્યારે જે કહેવું છે તે ડંકે કી ચોટ પર કહે છે. કંગના રનૌતે બોલિવૂડ એક્ટર રણબીર કપૂરને રાજનીત અને અન્ય મામલે સ્ટેન્ડ ન લેવા માટે ખૂબ ફટકાર લગાવી છે.
કંગનાએ કેટલાક નેશનલ ઈશ્યુ પર વાતચીત કરી હતી, રણબીર કપૂર પર કંગના ખુબજ ભડકી હતી. કંગનાએ કહ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એવા પણ લોકો છે જેમના ઘરે પર્યાપ્ત લાઈટ અને પાણી આવે છે અને આજ કારણે તે પોતાના રાજનીતિક વ્યુને રજૂ કરતા નથી. આ રીતના નિવેદન જવાબદારી વગરના નાગરિક કરી શકે છે. એક સ્ટાર હોવાના નાતે તેમણે આ જવાબદારી ઉઠાવવી જોઈએ અને લોકોને એકજૂથ કરવા જોઈએ. પણ આવા લોકો પોતાની જવાબદારી સમજતા નથી.
તો બીજી બાજુ કંગનાએ કરીના કપૂરના ભરપેટ વખાણ કર્યા હતા, કંગનાએ કહ્યુ કે આજના સમયમાં એકટ્રેસ, પત્ની, માનો રોલ નિભાવવો ખુબજ કપરો છે. કરીના કપુર આ બધામા પરફેક્ટ છે. હું તેને હંમેશા પરફેક્ટ રૂપમાં જોઉ છુ અને આથી જ તેનું સન્માન કરૂ છુ. આપને જણાવી દઈએ કે કંગના રનૌતની કરીના પણ ભારે પ્રશંસક છે. હાલમાજ કરીના કપૂરને પુછવામાં આવ્યુ હતુ કે કંગના તેની બાયોપીક બનાવશે તે અંગે તારૂ શું કહેવુ છે તો કરીનાએ ખુશી દર્શાવી હતી કહ્યુ કે હું તેમની બાયોપિક જોવા ઇચ્છુ છુ.