20 વર્ષ બાદ સંજય દત્તની આ સુપરહિટ ફિલ્મનો આવશે બીજો ભાગ, મહેશ ભટ્ટે રિલીઝ કર્યુ ટીઝર, જાણો કોન-કોન હશે ફિલ્મમાં
નવી દિલ્હીઃ 20 વર્ષ પહેલા આવેલી સુપરહિટ લવસ્ટૉરી ફિલ્મ 'સડક'ની રિમેક હવે ટુંકસમયમાં બની જશે. 90ના દાયકમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટની લવસ્ટૉરી વાળી આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી. હવે ફિલ્મ મેકર મહેશ ભટ્ટે તેના રિમેકની જાહેરાતની સાથે સાથે સ્ટાર કાસ્ટનું પણ એલાન કરી દીધું છે.
મહેશ ભટ્ટે 'સડક 2'નો વીડિયો પૉસ્ટ કરીને લખ્યુ છે કે, 27 વર્ષ પહેલા જે લવસ્ટૉરીને લોકોએ ખુબ વખાણી અને પસંદ કરી હતી તેનું નેક્સ્ટ ચેપ્ટર ટુંકસયમમાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાસમયથી આ ફિલ્મની વાતો ઉડી રહી હતી, હવે આ ફિલ્મમાં બન્ને બહેનો સાથે દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ ટુંકસમયમાં શરૂ થશે.
વિશેષ ફિલ્મ્સે જણાવ્યુ કે આ ફિલ્મ 25 માર્ચ, 2020એ રિલીઝ થશે. આ પહેલા મેકર્સે 15 નવેમ્બર, 2020એ રિલીઝ ડેટની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે, 1991માં રિલીઝ થયેલી 'સડક' સુપર હિટ ફિલ્મમાં સંજય દત્તે એક એવા છોકરાની ભૂમિકા નિભાવી હતી, જે એક વેશ્યા (પૂજા ભટ્ટ)ને પ્રેમ કરે છે. અને તેની સાથે રહેવા માટે દરેક હદ સુધી લડે છે.
સુપર હિટ ફિલ્મ 'સડક'માં સંજય દત્ત સાથે પૂજા ભટ્ટ જોવા મળી હતી. હવે મહેશ ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર 'સડક 2' ફિલ્મનું ટીઝર પૉસ્ટ કર્યુ છે. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ, સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને મહેશ ભટ્ટ ડાયરેક્ટ કરશે. આજે મહેશ ભટ્ટનો જન્મદિવસ છે અને આ પ્રસંગે આ 'સડક 2' ફિલ્મની મોટી જાહેરાત કરવામાં આવી છે.