નવી દિલ્હીઃ માહી ગિલે પોતાના વ્યક્તિગત જીવનને લઈને મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં માહી ગિલે જણાવ્યું કે, તે ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં છે અનેતેની એક દીકરી પણ છે. આ સમાચાર આવ્યા પછી બોલિવૂડમાં પણ ખળભળાટ મચી ગઈ છે.



માહીએ કહ્યું કે હું ઘણા સમયથી લિવ ઈન રિલેશનશિપમાં છું અને મારે એક દીકરી પણ છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં માહી ગિલે અપકમિંગ પ્રોજેક્ટ ફેમેલિ ઓફ ઠાકુરગંજ પર પણ વાત કરી હતી. આ દરમિયાન જ માહી ગિલે પોતાની પર્સનલ અને લવ લાઈફ વિશે પણ વાત કરી હતી.



અત્યાર સુધી માહીની પર્સનલ લાઈફ વિશે કોઈ જાણકારી નહોતી. પહેલી વાર આ રીતે કોઈ અભિનેત્રીએ એકદમ સનસનાટી ભર્યો ખુલાસો કર્યો છે. તેણે વાત કરતા કહ્યું કે મારા લગ્ન નથી થયા પણ મારો એક બોયફ્રેન્ડ છે. અમે જલ્દી જ લગ્ન કરશું. પરંતુ લગ્ન કરવાથી કે ન કરવાથી અમારા સંબંધમાં કોઈ ફેર નહીં પડે અને મારે એક અઢી વર્ષની દીકરી પણ છે. અત્યારે અમે રિલેશનશિપમાં છીએ પરંતુ જલ્દી જ લગ્ન કરશું.