અમદાવાદઃ મુંબઈ અને દક્ષિણ ગુજરાતને વરસાદમાં તરબોળ કર્યા બાદ આજે રાતે મેઘરાજાની સવારી અમદાવાદ આવી પહોંચી હતી. છેલ્લા થોડા દિવસોથી થઈ રહેલા ઉકળાટના કારણે નગરજનો વરસાદની ભારે આતુરતાથી રાહ જોતા હતા.


અમદાવાદના S.G હાઇવે, પ્રહલાદનગર ગુલબાઈ ટેકરા, સાયન્સ સિટી, ઘાટલોડિયા, નારણપુર, સોલા, આંબાવાડી, ઈન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ, વાસણા, ધરણીધર,અમરાઈવાડી, વસ્ત્રાપુર સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના કારણે પકવાના ચાર રસ્તા, માનસી સર્કલ સહિત ઘણા વિસ્તારોમાં ટ્રાફિકજામ સર્જાયો હતો.