પટના: હાલ દેશમાં પાકિસ્તાના કલાકારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જાણીતી અભિનેત્રી મહિમા ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. પટનામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલી મહિમા ચૌધરીએ કહ્યું જે રીતે ઉરી હુમલામાં 19 જવાન શહીદ થયા ત્યારબાદ પાકિસ્તાનના કલાકારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, નિર્માતા અને નિર્દેશક પોતે જ પાક કલાકારો સાથે હવે કામ નહી કરે.
મહિમા ચૌધરીએ એમ પણ કહ્યું કે આગામી ફિલ્મોમાં જો કોઈ પાક કલાકારોએ કામ કર્યું હોય તો તેના પર પ્રતિબંધ લગાવવો ઠીક નથી જેના કારણે નિર્માતા અને નિર્દેશકને ખૂબ જ નુકશાન ઉઠાવવું પડશે.
મહિમાએ કહ્યું હાલ દેશમાં ખૂબ જ ગુસ્સાનો માહોલ છે, લોકોને વાત સમજાય છે કે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધો પૂરા કરી નાખવા જોઈએ, પરંતુ એક કલાકાર તરીકે મારૂ માનવું છે કે આવનારી ફિલ્મોમાં પાક કલાકારોએ કામ કર્યું હોય તેના પર રોક લગાવવી યોગ્ય નથી, જેના કારણે નિર્માતાને ખૂબ જ નુકશાન ઉઠાવવું પડશે, એ વાતને સમજવી પડશે કે પાક કલાકારોને ફિલ્મમાં લેવામાં આવ્યા ત્યારે પાકિસ્તાન સાથેના સંબંધો ખરાબ ન હતા.