નવી દિલ્લીઃ ન્યૂઝીલેંડ સામે ઇંદોરમાં હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે કેપ્ટન કોહલીએ 347 બોલ, 18 ચોકાની મદદથી 211 રન ફટકારીને રેકૉર્ડ બનાવ્યો હતો. આ સાથે વિરાટ કોહલી પહેલો ભારતીય બેસ્ટમેન બની ગયો છે કે, જેણે બે બેવડી સદી ફટકારી હોય. વિરાટ કોહોલીની આ બીજી બેવડી સદી છે. કોહલીએ પહેલી ડબલ સદી વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી. આ પહેલા કોઇ ભારતીય કેપ્ટન આ સિદ્ધી પ્રાપ્ત કરી શક્યો નથી.
પહેલા દિવસના અંતે નોટઆઉટ 103 રન કર્યા હતા. તેની સાથે ઉપ-કેપ્ટન અજિંગ્ય રહાણેએ પણ નોટાઆઉટ 79 રન કર્યા હતા. પહેલા દિવસના અંતે ભારતનો સ્કોર 3 વિકેટે 267 રન હતો.